રાજ્યમાં વધતો રખડતા પશુનો આતંક, સાત વર્ષનો બાળક બન્યો ઝઘડતા આખલાનો શિકાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 12:29:39

રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોર તેમજ આખલાનો શિકાર બનતા હોય છે. નાના-નાના બાળકો રખડતા પશુ તેમજ શ્વાનના હુમલાનો શિકાર બનતા હોય છે. ત્યારે લીંબડીમાં આખલાની લડાઈમાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્કુલે જઈ રહેલા બાળકને ઝઘડતા આખલાએ પોતાની અડફેટે લઈ લીધો હતો. ગંભીર રીતે ઈજા પહોંચતા બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું. 


આખલાના ઝઘડામાં ગયો માસુમનો જીવ 

સમગ્ર રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા પશુના શિકાર બન્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. પ્રતિદિન થતા હુમલાને કારણે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. રખડતા પશુ દ્વારા થતા હુમલાને કારણે લોકોને ઘણી વખત જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક ઘટના સામે આવી છે જેમાં રખડતા આખલા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે શાળામાં ભણતા માસુમ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈએ આખલાના યુદ્ધને કારણે પોતાનો સાત વર્ષનો દિકરો ગુમાવ્યો છે. 


સ્થાનિકોમાં ઘટનાને લઈ ભભૂકી ઉઠ્યો રોષ

આ ઘટનાની વાત કરીએ તો ભાવેશભાઈનો પુત્ર વિરાજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેસ પડતા વિરાજ ઘરે આવ્યો. રિસેસ પૂર્ણ થતા વિરાજ શાળાએ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન શાળા નજીકના રસ્તામાં આખલા લડી રહ્યા હતા. યુદ્ધે ચડેલા આખલાએ વિરાજને અડફેટે લીધો હતો. જેને કારણે વિરાજને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હચો. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. સાત વર્ષના પુત્રના મોતના સમાચાર મળતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. માસુમ બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રખડતા પશુને લઈ કોઈ નક્કર પગલા લેવાય તેવી માગ ઉઠી છે. 


અનેક લોકોએ રખડતા પશુને કારણે ગુમાવ્યો છે જીવ 

રસ્તા પર રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અનેક લોકો રખડતા પશુના તેમજ શ્વાનને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પરિવારજનો પરિવારના સભ્યોને ગુમાવી રહ્યા છે. ત્યારે ફરી એક પરિવારે રખડતા આખલાને કારણે પોતાના માસુમ બાળકને ગુમાવ્યો છે. અનેક લોકો અત્યાર સુધીમાં રખડતા પશુના આતંકનો શિકાર બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...