Jamnagarમાં Ganesh Chaturthi પર એક ગ્રુપે ગણપતિજીની અનોખી મૂર્તિ બનાવી, જાણો મૂર્તિમાં શું છે ખાસ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-18 11:29:36

આવતી કાલે ગણેશ ચતુર્થીનો પર્વ છે. સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂકપૂર્વક ઉજવણી થતી હોય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન દેખાતા હોય છે. ગણેશ ચતુર્થીને લઈ બાપ્પાની અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ભવ્યથી અતિભવ્ય સ્વરૂપમાં ભગવાન ગણપતિ દેખાતા હોય છે. ઈકોફેન્ડલી ગણપતિનો કેઝ પ્રતિદિન વધી રહ્યો છે. આપણી ઉજવણીને કારણે પ્રકૃતિને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન આજકાલ લોકો રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિને કારણે પ્રકૃતિને નુકસાન થતું હોય છે જેને કારણે લોકો હવે ઈકોફેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે. ત્યારે જામનગરમાં અનોખા ગણપતિની થીમ સામે આવી છે!

દગડું શેઠ ગણપતિ પંડાલમાં ગણપતિ બાપ્પા લેપટોપ સાથે બિરાજશે! 

ધર્મ અને ભણતરનો બેજોડ સમન્વય કરી જામનગરના દગડું શેઠ ગણપતિ પંડાલ દ્વારા અનોખી રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવશે...આ પંડાલએ આઠ વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ગ્રુપના સદસ્યો છેલ્લા સવા મહિનાથી ગણપતિની વિશિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.. હવે તમને થશે કે મૂર્તિમાં ખાસ શું છે તો અહીં દુંદાળા દેવ બિરાજશે હાથમાં લેપટોપ લઈને.... સાથે સાથે 20 ફૂટથી વધુની એક બોલપેન તૈયાર કરી છે.


આ વસ્તુઓની મદદથી બનાવવામાં આવી છે ઈકોફ્રેન્ડલી મૂર્તિ 

આ મૂર્તિ બનાવતી વખતે ગ્રુપે પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખ્યો છે. મૂર્તિના નિર્માણ દરમિયાન દરિયાઈ રેતી , નદીની રેતી , સફેદ રેતી , શંખ ,છીપલા અને કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી પ્રાકૃતિક વસ્તુથી દુંદાળા દેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણમાં કુલ 50 કિલો જેટલી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તેમાં અલગ કાપડ અને કંતાનની મદદથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે સાથે સાથે ગણપતિના આભૂષણો તૈયાર કરવા માટે છીપલા, શંખલા, સ્ટોન વગેરેનો ઉપયોગ કરીને તેના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.


આઠ વાર ગ્રુપે દર્જ કર્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ!

હવે આ ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપ અનેક વખત વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવી ચૂક્યું છે. એઇટ વન્ડર ગ્રુપનું નામ આઠ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવી ચુક્યૂં છે. ત્યારે નવમી વખત વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવા માટે આ ગ્રુપ દ્વારા 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઈનર કેપ આઉટર કેપ પેનમાં વાપરવામાં આવતી શાહી જે 5 લીટરથી વધુ નાખવામાં આવશે.... અને આ ગ્રુપ દ્વારા નવમી વખત વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. મહત્વનું છે કે આપણે પણ આપણા ઘરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘરે લાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.