ગુજરાતી સાહિત્ય જગતને પડી મોટી ખોટ, સાહિત્યકાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 17:21:41

ગુજરાત સાહિત્યમાં નવલકથાકાર, નાટ્યકાર તેમજ અનુવાદ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવનાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 97 વર્ષે ધીરૂબહેને દુનિયાને અલવિદા કહ્યું છે. ભવની ભવાઈ ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું જેની લેખની ધીરૂબહેને કરી હતી. તેમના લેખોને કારણે વિશ્વસ્તરે તેમણે નામના મેળવી હતી. 2002માં તેમને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ફિલ્મ 'ભવની ભવાઇ' ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી.

ધીરૂબહેનને મળ્યો હતો શબ્દોનો વારસો   

29 મે 1926ના રોજ વડોદરાના ધર્મજમાં ધીરૂબેનનો જન્મ થયો હતો. સાન્તાક્રુઝની સ્કુલમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1949થી મંબઈની ભવન્સ કોલેજમાં અને પછી દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે ડ્યુટી કરી હતી. ધીરૂબહેનના પિતા અંગેજી અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આગવું નામ ધરાવતા હતા જ્યારે તેમની માતા પણ આ પતિના રંગે રંગાઈ ગયા. ધીરૂબહેનને શબ્દોનો વારસો મળ્યો હતો. 


અનેક વખત ધીરૂબહેન પટેલનું કરાયું છે સન્માન  

પોતાના જીવનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું.તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, હાસ્યકથાઓ, બાળસાહિત્ય અને કાવ્ય જેવા અનેક સાહિત્યોનું સર્જન કર્યું હતું.  ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે 2003-2004માં તેમણે ફરજ નિભાવી હતી. જીવનકાળ દરમિયાન ધીરૂબહેનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1980માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1981માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને મુન્શી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. 





સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન

સાહિત્યમાં તેમના યોગદાનને સન્માનિત કરવા ધીરૂબહેનને વર્ષ 2002માં તેમણે સાહિત્ય પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. ધીરૂબહેનના સર્જનોની વાત કરીએ તો તેમાં અધૂરો કૉલ, એક લહર, વિશ્રંભકથા વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ સહિતની અનેક તેમની નવલકથાઓ છે. બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. અંડેરી ગંડેરી ટીપરીટેન, સૂતરફેણી, મમ્મી તું આવી કેવી?, છબીલના છબરડા વગેરે તેમના બાળનાટકો છે. જેફ વયે તેમનું નિધન થતાં ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે.      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?