સીમા હૈદરની જેમ પ્રેમમાં પાગલ બનેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી! પરંતુ લવ સ્ટોરીમાં આવી ટ્વિસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 14:40:56

PUBG રમી ભારતીયના પ્રેમમાં પાગલ થયેલી સીમા હૈદર વિશે તો આપણે જાણીએ છીએ. પ્રેમ સાથે રહેવા માટે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકોને લઈ ભારત આવી પહોંચી. આ ઘટનાને હજી લાંબો સમય નથી વિત્યો ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ વખતની જે કહાણી છે તેમાં છોકરી પાકિસ્તાનથી નહીં પરંતુ બાંગ્લાદેશથી આવી છે. પ્રેમમાં પાગલ થયેલી પ્રેમી પોતાનો દેશ છોડી ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી છે.   


પ્રેમમાં પાગલ થયેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી 

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ નથી નડતી. સીમા હૈદરની પ્રેમ કહાનીથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ જે વાત આજે કરવાની છે તે પશ્ચિમ બંગાળની છે. ત્યાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. સીમાને તો ખેર એનો સચિન મળી ગયો પણ આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. આ વાત છે બાંગ્લાદેશથી આવેલી 21 વર્ષિય સપલા અખ્તરની. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી પકડી છે અત્યારે કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. 


સિલીગુડી રેલ્વે સ્ટેશનથી યુવતીની કરાઈ ધરપકડ 

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમીને મળવા અહીં આવી હતી. પણ પ્રેમીને મળ્યાના થોડા દિવસો  બાદ તે ખબર પડી કે તેનો પ્રેમી દગાબાજ છે. તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. સિપલાને વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.


પ્રેમમાં યુવતીને મળ્યો દગો

છોકરીએ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો ન હતા, તો તેણે જીવને જોખમમાં નાખી, પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીની વાત સાંભળ્યા બાદને હવે પોલીસ તે યુવકની શોધખોળ કરી રહી છે. તો આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. 


સીમા અને સચિનની શું હતી લવસ્ટોરી? 

જો તમને સીમા અને સચિનની સ્ટોરી વિષે ખ્યાલ નથી તો સંક્ષિપ્તમાં કહું તો PUBG રમતી વખતે સીમા હૈદર સચિનને ​​મળી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા. ત્યારબાદ તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. પરંતુ તે સચિન સાથે જ રહેવા માંગતી હતી. જે બાદ તે 10 મેના રોજ પોતાના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી ફ્લાઈટ દ્વારા કાઠમંડુ પહોંચ્યા. અને ખાનગી વાહન દ્વારા પોખરા પહોંચ્યા હતા. આ પછી બસમાં દિલ્હી આવી ગઈ!




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.