બ્રિજ પર મસ મોટા ગાબડા પડવા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. અનેક રસ્તાઓ, બ્રિજ એવા છે જ્યાં ભુવારાજ જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટ હાઇવે પર લીંબડી સર્કલ પરના બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે. આ બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે. લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.
ઉદ્ધાટનના એક વર્ષની અંદર બ્રિજની થઈ આવી હાલત
રસ્તાઓના નિર્માણ પાછળ કરોડો ખર્ચ થાય છે. આ બ્રિજના નિર્માણ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એક વાત ખુબ અગત્યની છે કે , પુલના આ ભાગમાં વાહન વ્યવહાર બંધ છે , તે છતાં પુલ પર વાઈબ્રેશન થયા કરે છે અને પુલ ધધડે છે . ગઈકાલ રાતથી જ તંત્રએ આ બ્રિજ બંધ કરી દીધો હતો , નહિ તો અહીં ખુબ મોટા અકસ્માતની સંભાવના હતી . ઉદ્ઘાટનના એક વર્ષની અંદર બ્રિજમાં ભુવો પડવો તે ખુબ ચિંતાજનક વાત છે. વાત કરીએ બિહાર રાજ્યની તો ત્યાં તો હાલમાં પુલ તૂટવાની ઋતુ પૂરબહારમાં ખીલી છે .
પહેલા વરસાદમાં જ ખૂલી જાય છે કામગીરીની પોલ!
તો આ તરફ ગુજરાતમાં રસ્તાઓ પર ભૂવાઓ અને ખાડાઓનું રાજ છે . અને આ ભૂવાઓ અને ખાડાઓએ ભ્રષ્ટાચારનું જીવતું અને જાગતું ઉદાહરણ છે . આ પ્રશ્ન જનતાને થવો જ જોઈએ કે પ્રીમોન્સૂન એકટીવીટીના નામે જે બજેટો ફળવાય છે તે બધા જાય છે ક્યાં? કારણ કે જેવો જ વરસાદ શરુ થાય એટલે રસ્તા પરનો ડામર પાણીની સાથે વહી જાય છે . તો અમને પણ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો કે , તમારા વિસ્તારમાં કોઈ બ્રિજ કે પછી રસ્તા પર આવા ભૂવાઓ કે ખાડા પડ્યા છે?