ફાયરિંગની ઘટનામાં ઈટલીના વડાપ્રધાનના મિત્ર સહિત અન્ય લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-12 13:49:35

વિદેશમાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ઈટલીની રાજધાની રોમમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યા હોવાના સમાચાર ન્યુઝ એજન્સી રોયટર્સએ ઈતાલવી મીડિયાના હવાલેથી આ સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર રોમના એક એપાર્ટમેન્ટમાં બ્લોક નિવાસીઓની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બંદુક લઈ એક વ્યક્તિ બંદુક લઈને પહોંચી ગયો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.


અનેક લોકોના થયા મોત

આ મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના એક દોસ્તનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે મારા માટેએ હમેશા આવી રીતે ખુશ રહેશે. આ સિવાય અનેક લોકોઆ ગોળીબારને કારણે ઘાયલ થયા છે. પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.



પોલીસે આરોપીને ઝડપી પાડ્યો  

પીએમએ વધુમાં કહ્યું કે જે બંદુકથી આ હુમલો કરવામાં આવ્યો છે એ બંદુકને કબજે લઈ લેવામાં આવી છે. પોલીસે ગોળીબારી કરનાર 57 વર્ષના વ્યક્તિને ડબોચી લીધો છે અને શહરના ફિદીન જેલમાં રાખવામાં આવ્યો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે