સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવી પડશે તેવી વાત કરતા સંભળાય છે. આ વીડિયોને લઈ ભાજપ એકદમ આક્રામક રૂપ આ વાતને વખોડી રહ્યા છે.
મોદીની હત્યા કરવા તત્પર રહો - રાજા પટેરિયા
રાજા પટેરિયા એક કાર્યક્રમમાં કોર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર ચર્ચા કરી રહ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે તેઓ કહેતા હતા કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. આવી બધી વાતો વાયરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અચાનક તેઓ બોલ્યા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યાનો મતલબ હરાવા માટે તત્પર રહો.
भारत जोड़ो यात्रा का ढोंग करने वालों की असलियत सामने आ रहे हैं। माननीय प्रधानमंत्री श्री @narendramodi जी जनता के दिल में बसते हैं। सम्पूर्ण देश के श्रद्धा व आस्था के केंद्र हैं। मैदान में कांग्रेस के लोग उनसे मुकाबला नहीं कर पाते, इसलिए उनकी हत्या की बात कर रहे हैं। pic.twitter.com/Mxq5u4JIQ8
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 12, 2022
ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા
भारत जोड़ो यात्रा का ढोंग करने वालों की असलियत सामने आ रहे हैं। माननीय प्रधानमंत्री श्री @narendramodi जी जनता के दिल में बसते हैं। सम्पूर्ण देश के श्रद्धा व आस्था के केंद्र हैं। मैदान में कांग्रेस के लोग उनसे मुकाबला नहीं कर पाते, इसलिए उनकी हत्या की बात कर रहे हैं। pic.twitter.com/Mxq5u4JIQ8
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 12, 2022વીડિયો સામે આવતા ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી છે. આ વાયરલ વીડિયોની પ્રતિક્રિયા આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરવા વાળાઓની અસલિયત સામે આવી છે. આ સિવાય અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લઈ રાજા પટેરિયાએ સ્પષ્ટતા આપી છે.
હત્યાનો અર્થ એટલે કે ચૂંટણીમાં હરાવું - રાજા પટેરિયા
આ વાયરલ વીડિયોને લઈ વિવાદ વધે તે પહેલા રાજા પટેરિયાએ કહ્યું કે હત્યા કરવાનો અર્થ છે કે ચૂંટણીમાં હરાવો. તેમના કહેવા મુજબ આ વાક્ય અચાનક તેમના દ્વારા કહેવાઈ ગયું છે. વાતોના ફ્લોમાં આ વાત કહેવાઈ ગઈ છે. પરંતુ આ નિવેદનને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ સોલંકીએ એફઆઈઆર દર્જ કરવાનો આદેશ આપ્યો છે.