મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. જેને પગલે પ્લેનને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ધમકી મળવાને પગલે ઉજ્બેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. રૂસની રાજધાની મોસ્કોથી 240 યાત્રિકોને લઈને ગોવા આવી રહી હતી.
An Azur Air chartered flight from Russia’s Perm International Airport to Goa received a security threat. Following this, the flight was diverted to Uzbekistan. A total of 238 passengers, including 2 infants, and 7 crew are onboard: Airport Sources pic.twitter.com/2JKe9bWeO8
— ANI (@ANI) January 21, 2023
બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો હતો ઈ-મેલ
આ મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજૂર એર દ્વારા સંચાલિત ફ્લાઈટને સવારે ચાર વાગ્યાની આસપાસ દક્ષિણ ગોવામાં લેન્ડ થવાનું હતું પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફ્લાઈટ ગોવામાં લેન્ડ થાય તે પહેલા ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ડાબોલિમ એર્પોર્ટને 12.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળ્યો હતો. જેને પગલે ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અનેક ફ્લાઈટોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે.