એક તરફ રાજકોટમાં બનેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છીએ, અનેક બાળકોના મોત આમાં થયા છે તો બીજી તરફ આગની બીજી ઘટના દિલ્હીમાં બની છે.. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં 6થી 7 જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે બીજા બાળકોને સારવાર માટે બીજે ખસેડવામાં આવ્યા છે.. 6 જેટલા નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે.. એકાએક શનિવારે આગ ભભૂકી ઉઠી હતી..
બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 નવજાત શિશુઓના મોત
આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોના મોત આગમાં બળી જવાને કારણે થઈ ગયા છે.. રાજકોટમાં બનેલી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ત્યાં તો દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં સાત જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું છે..રેસ્ક્યુ કરાયેલા બાળકોને બીજી હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે..
રાજકોટમાં પણ થયો અગ્નિકાંડ!
મહત્વનું છે કે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં આગ લાગી અને લોકો મોતને ભેટી ગયા... રાજકોટમાં બનેલી ઘટનામાં પણ મૃત્યુઆંક 28 નજીક પહોંચી ગયો છે.. શહેર બદલાય છે, રાજ્ય બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ છે.. પરિવારજનોનો આક્રંદ નથી બદલાતો..