હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવાળીના દિવસે મોડી રાત્રે અમદાવાદના સારંગપૂર વિસ્તારમાં આગ લાગી હતી. સારંગપૂર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા લાલનું ડેહલું નામની જગ્યામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ગેસના સિલિન્ડર ફાટતા આગે વિકરાળ રૂપ ઘારણ કર્યું
કાપડ વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા, આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. ગોડાઉનની સાથે સાથે અને મકાનો પણ આગની ઝપેટામાં આવી ગયા હતા. આગ લાગવાને કારણે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. આગ લાગવાને કારણે ત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
કાપડના ગોડાઉનમાં તેમજ ઘરમાં આગ લાગતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંતી હતી. 11 જેટલા ઘરોમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી જતા ઘરમાં રહેતા લોકોનું રેસ્ક્યું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ 6 ઘરો સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયા હતા.