ગુજરાતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળમાં આગ લાગી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી આવી ગઈ હતી. બારીમાંથી ધુમાડા નીકળતા દેખાતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઓફિસમાં આગ પ્રસરી ઉઠી હતી. આગ લાગવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.
ગાંધીનગરઃ જૂના સચિવાલય બ્લોક નંબર 16માં આગ લાગી
— Jamawat (@Jamawat3) October 14, 2022
ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી#jamawat #gandhinagar #sachivalay #fire #Viral pic.twitter.com/OKCfB385Tz
ઓફિસ શરૂ થતા પહેલા આગ લાગતા ટળી જાનહાની
આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ટીમે આવી આ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઓફિસ શરૂ થાય તે પહેલા આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ આગ લાગવાને કારણે ઓફિસમાં રહેલા કાગળ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા છે. આગ કયાં કારણસર લાગી તે અંગેની તપાસ FSLની ટીમ દ્વારા કરવામાં આવશે. તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ સામે આવશે.