દિલ્હીના ચાંદની ચોકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભગીરથ પેલેસ સ્થિત ઈલેક્ટ્રોનીક અને ઈલેક્ટ્રીકલ માર્કેટમાં ગુરૂવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અંદાજીત 100 કરોડથી વધારેના માલસામાનને નુકસાન પહોંચ્યું છે જ્યારે અનેક દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ મહેનત કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.
Delhi | Fierce fire broke out in the shops of Bhagirath Palace market of Chandni Chowk. Around 18 to 20 fire tenders rushed to the spot. The process of extinguishing is underway. pic.twitter.com/0dYdKQB7J1
— ANI (@ANI) November 24, 2022
ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે પ્રયાસ
ગુરૂવારની રાત્રે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કલાકો પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આ આગમાં અંદાજીત 30 કે એનાથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તે જાણ શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ચાંદની ચોકને ખાલી કરી દેવાયું
આગે એટલું બધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ચાંદની ચોકને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ પર કાબુ મેળવવા 40 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.