અમદાવાદના ગાંધી બ્રિજ નજીક આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 18:16:39

અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થયો છે. આગ લાગવાની ઘટના ફરી એક વખત ગાંધીબ્રિજના છેડા પર આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી હતી. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોતજોતમાં દુકાન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.



ફર્નિચરની દુકાનમાં લાગી આગ 

અમદાવાદમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગી હતી. ફર્નિચરની દુકાન હોવાને કારણે આગે થોડાક જ સમયમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 


આગ લાગવાની ઘટનામાં થયો છે વધારો 

થોડા સમય પહેલા શાહીબાગની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગી હતી. તે પહેલા પણ અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ ઘટનામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.        



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...