રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાજકોટમાં આવેલી રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતા દુકાન બહાર મૂકાયેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફર્નિચર ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જેને કારણે ગોડાઉનમાં રહેલો 60થી 70 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળ જોવા મળતી હતી.
60થી 70 લાખનો સામાન બળીને થયો ખાખ!
રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ટીમો ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાને કારણે ગોડાઉનમાં રહેલા 60થી70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે. બહાર ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
આગને કારણે દુકાન બળીને થઈ ખાખ!
આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર ચીફ ઓફિસરે જણાવતા કહ્યું કે આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફર્નિચર ગોડાઉનમાં વર્કરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 8 જેટલી ટીમો ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.