બનવા જઈ રહી છે શ્રદ્ધા મર્ડર કેસ પર ફિલ્મ, નિર્માતા મનીષ સિંહે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-20 16:34:40

સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના છે શ્રદ્ધા મર્ડર કેસ. શ્રદ્ધા હત્યાકાંડ સામે આવતા દેશભરમાં આફતાબ વિરુદ્ધ આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આફતાબને સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ત્યારે આ હત્યાકાંડ પર આગામી સમયમાં ફિલ્મ બનાવામાં આવશે તેવી જાહેરાત નિર્માતા-નિર્દેશક મનીષ સિંહ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમણે ફિલ્મના સ્ક્રીનપ્લે પર પણ કામ શરૂ કરી દીધું છે.

Shraddha Walker murder case: Father suspects 'love jihad', demands death  penalty for accused Aftab Ameen Poonawalla | India News – India TV

શ્રદ્ધા મર્ડર કેસ પર આધારિત હશે ફિલ્મ 

આજકાલની ફિલ્મો મોટા ભાગે રિયલ લાઈફ ઈન્ડિટન્ટ પર અથવા તો કોઈના જીવનથી પ્રેરાઈને બની રહે છે. ત્યારે શ્રદ્ધા હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત કરતા નિર્દેશક-નિર્માતા મનીષ સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોયફેન્ડ આફતાબ દ્વારા શ્રદ્ધાની હત્યાની ઘટના પર આધારિત હશે. 

Who killed shraddha walker? હશે ફિલ્મનું ટાઈટલ 

શ્રદ્ધા હત્યા કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટના એવી હતી જેણે આખા દેશને હચમચાવી દીધા હતા. આ કેસને સોલ્વ કરવા પોલીસ ઘણી મહેનત કરી રહી છે. આ ઘટના પર અનેક બોલિવુડ અભિનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે Who killed shradhdha walker? ફિલ્મના નિર્માતાએ કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે માત્ર આ કેસ પર આધારિત નહીં હોય પરંતુ આવા કિસ્સાઓ પર આધારીત હશે.




વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?