આગ લાગવાની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના વેલિંગટનમાં આવેલી હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ મોડી રાત્રે લાગી હતી.
આગમાં અંદાજીત 10 જેટલા લોકોના થયા મોત!
ન્યુઝિલેન્ડની રાજધાની વેલિંગટનમાં આવેલી એક હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અંદાજીત 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ આંકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હોસ્ટેલમાં આગ લાગી તે હોસ્ટેલનું નામ લોફર્સ લોજ હોસ્ટેલ છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 20 જેટલા લોકો લાપતા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ!
મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ બની હતી. ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં 52 જેટલા લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા અંગેની તપાસ કરવામાં આવી છે. કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.