ઝારખંડના ધનબાદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવાર સવારે 6 વાગ્યાની આસપાસ 10 માળા વાળા આશીર્વાદ ટ્વીન બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત 14 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા પણ છે. તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળે પહોંચી
આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એક ભીષણ આગ ઝારખંડના ધનબાદ વિસ્તારમાં લાગી હતી. 10 માળના આશીર્વાદ ટ્વિન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરિવારે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો હતો. પૂજા દરમિયાન કરવામાં આવેલા દીવાને બાળકે નીચે પાડી દીધો. જેને કારણે કારપેટમાં આગ ફેલાઈ ગઈ. ગેસ સિલિન્ડરના સંપર્કમાં આવવાને કારણે આગ વધુ વિકરાળ થઈ ગઈ અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ.
વધી શકે છે મોતનો આંકડો
આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ચોથા માળ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આગ જોતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને ગાર્ડ બહાર આવ્યો અને આગની ઘટનાની જાણ થઈ. અનેક લોકો બાલ્કનીની બહાર આવી ગયા. પરંતુ દરેક જગ્યા પર આગ જ આગ હતી. જેને કારણે બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીયો પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજીત 14 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી પણ શકે છે.