આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. આગ લાગવાની ઘટના ઝારખંડમાં બની છે. શુક્રવારની રાત્રે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેમાં 6 લોકોના મોત થયા છે. આ આગમાં બે ડોક્ટર સહિત 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે હોસ્પિટલના પહેલા માળને લપેટામાં લઈ લીધો હતો.
6 લોકોના થયા મોત
અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે લોકો હોમાઈ રહ્યા છે. ત્યારે ઝારખંડમાં ધનબાદના જૂના બજારમાં આવેલી એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જીવતા જીવ 6 લોકો બળી મોતને ભેટ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા તેમાં ડોક્ટર દંપતી સહિત 6 લોકોના મોત થયા છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ
જે સમયે આ ઘટના બની તે સમયે અનેક લોકો સૂઈ રહ્યા હતા. આગને કાબુમાં લેવા પાણીનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ આગે એટલું વિકરાળ રૂપ લઈ લીધું હતું કે આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે હોસ્પિટલની અંદર રહેલા અનેક લોકો ધુમાડાને કારણે મોત નિપજ્યા છે.