દિલ્હીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા પહોંચી 27 ફાયર ફાયટરની ટીમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-13 12:22:25

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ભયંકર આગ લાગી છે. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક આ આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

  

આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડી પહોંચી  

અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આગ લાગવાને કારણે નુકસાન થતું હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટના બની છે. મોતી નગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવવા 27 ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આવી પહોંચી હતી. આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


અનેક સ્થળો પર લાગી છે આગ 

થોડા દિવસો પહેલા પૂર્વ દિલ્હી સ્થિત એક કોલોનીમાં આગ લાગી હતી. એ આગ પણ એટલી વિકરાળ હતી કે તેને શાંત કરવા 16 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. તે પહેલા કરોલબાગમાં પણ આગ લાગી હતી.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..