અરવલ્લીમાં રાત્રીના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતનું થયું મોત! પરિવારમાં શોકનો માહોલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-28 17:19:26

રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. આપણે રાત્રે સુતા હોઈએ છીએ. ત્યારે અનેક ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે પાણી વાળવા ગયા હતા તે દરમિયાન સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું છે. 


થોડા સમય પહેલા થયું હતું ખેડૂતનું મોત 

અનેક વર્ષો બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા અનેક લોકો ગરમ કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીને કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું હતું ત્યારે ફરી એક ખેડૂતનું મોત ઠંડીને કારણે થયું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. 


સવારે વીજળી આપવામાં આવે તેવી કરાઈ માગ 

અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતર વાળવા ગયા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતનું મોત થતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આસપાસના વિસ્તારના ખેડૂતો સવારે વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...