ગુજરાતના ડાયરા જગતમાં ફેમસ થયેલ કમાની વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 11:35:56

ગુજરાતમાં હાલ બધા ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. તમને થશે કોણ છે આ કમો? જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે પરંતુ હજું પણ કેટલાક લોકો કમાથી અજાણ છે. 


લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે કમો

આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત બનેલો


આજે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી જનાર કમાભાઇ થોડા સમય પહેલા કોઈ દિવસે સ્ટેજ સુધી પણ ન હતા ગયા. સ્ટેજ ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેણે સ્વપ્ન પણ જોયું ન હશે. જો કે કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાનનો ભેટો થઇ ગયો. કિર્તીદાન ગઢવીએ આંગણી પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે.


કોણ છે કમો?

સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ છવાયો છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે. કમો તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીના પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારીયાના ગ્રામજનો કમાને હાલ ગામનું ગૌરવ ગણી રહ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ હતો કે કમાને કોઈ ભાવ પણ પુછતું નહોતું પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ફર્યું અને કમો જમીનથી સીધો આકાશમાં પહોંચી ગયો છે. આજે ચારેબાજુ કમાની કિર્તી ગાજી રહી છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજના કાર્યકમોમાં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે.


કમાના માતા-પિતાએ કમાભાઈની વિશે એવી વાત જણાવી હતી કે, જ્યારે કમો નાનો હતો ત્યારે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ સ્લોલર્નર છે. તે ખૂબ ભોળો છે. તેને દુનિયાદારીની ઝાઝી સમજણ નથી, પરંતું ભજનમાં ઉંડો રસ ધરાવે છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજન ગાવાનો શોખ ધરાવે છે. લોક ડાયરામાં જવાની તક શોધતો રહેતો હતો. ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એનો નિર્દોષ ભાવ અને ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ. એ દિવસે તેમના ખિસ્સામાં 6 હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા. 

કમાની રોયલ એન્ટ્રી

વાહ અમારો કમો ભાઈ, CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બોડીગાર્ડ સાથે એન્ટ્રી,  જોરદાર ભાષણ, કોઈ એવું ન કહે કે આ દિવ્યાંગ છે.... - Lokpatrika


સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની કમાભાઇ સ્લોલર્નર કહી શકાય એવી મનોસ્થિતિ ધરાવતાં કમાએ આજે લોકપ્રિયતામાં ઉંચી ઉડાન ભરી છે. સોશિયલ મીડિયામાં કમાના આજે લાખો ફેન્સ ફોલોઅર્સ છે. ડાયરાકિંગ કિર્તીદાન ગઢવી થકી આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો કમાને ઓળખે છે. કમાએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે.

કમાના ફેમસ થયાની પહેલી તસ્વીર
કીર્તીદાન ગઢવીના ડાયરામાં કમો થયો હતો ફેમસ 

કિર્તીદાન ગઢવી લોક ડાયરામાં જેને કાયમ સાથે રાખી રહ્યા છે એ

કીર્તીદાન ગઢવીએ ચાલુ ડાયરામા કમાને ભેટ આપી સન્માન કર્યું હતું 

Kirtidan Gadhvi - કિર્તીદાન ગઢવી તેમના દિવ્યાંગ ચાહક પર ફિદા થયા

સ્ટેજ પરથી કમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરી હતી

કિર્તીદાન ગઢવીના ડાયરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં કમા ભાઈ  એવું એવું બોલ્યા કે...,


એટલું જ નહીં, ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ફેમસ સ્ટાર કમાભાઇએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કમો 

Gujarat Garima Award- 2022: People Are Happy To See Kama's Entry In Chief  Minister Bhupendra Patel's Program | ગુજરાત ગરિમા એવોર્ડ- 2022: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં કમાની ...

કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો..




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?