અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પાસે આવેલી શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણેય હાલત સ્થિર છે. રામોલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે.
ત્રણેયની હાલત સ્થિર
વસ્ત્રાલની શ્રીજી રેસિડેન્સી રહેતા એક પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતા-પિતા અને પુત્ર સહિત ત્રણેય સભ્યોએ એકસાથે ઝેર પી લીધું હતું. ત્રણેયને મણિનગરની એલજી હોસ્પિટલમા નાજુક હાલતમાં સારવાર માટે ICUમા દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે લોનના વ્યાજના કારણે આ પગલું ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કેમ આપઘાતનો પ્રયાસ કર્યો ?
રમૉલ પીઆઈ સી.આર રણાએ જણાવ્યું હતું કે આપઘાત માટે પ્રયત્ન કરનાર ત્રણેય વ્યક્તિઓની હાલત અત્યારે સ્થિર છે. જેમાં પરિવારમાં પુત્રે 1.50 લાખ રૂપિયાની ઓનલાઇન લોન લીધી હતી, જેનું વ્યાજ ખૂબ વધી ગયું હોવાના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.