અમદાવાદના શાહપુરમાં રહેતો પરિવાર બન્યો કાળનો કોળિયો, માતા-પિતા સાથે 8 વર્ષના બાળકનું પણ થયું મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 10:49:29

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગ લાગી છે જેમાં 3 લોકોના મોત થયા છે જેમાં પતિ-પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. વહેલી સવારે ઘરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. પરિવાર સૂતો હતો તે દરમિયાન આગ લાગી હતી. આગ લાગતા ઘરમાંથી ધૂમાડો નિકળતા આગ લાગવાની જાણકારી આસપાસના લોકોને થઈ. 




એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત 

આગની ઘટનામાં અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે વહેલી સવારે અમદાવાદના શાહપુરમાં આવેલી ન્યૂ.એચ.કોલોનીમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. પરિવાર સૂતો હતો તે સમયે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને 8 વર્ષનો બાળક આગમાં હોમાઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણકારી નથી મળી. 





ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબૂ

આગને કારણે ધૂમાડા નીકળતા પડોશી દોડી આવ્યા હતા. અને આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાંથી પતિ-પત્ની અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા નારણપૂરાની આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...