મહારાષ્ટ્રના થાણે જિલ્લાના પાલઘરમાં મોટી સંખ્યામાં 2 હજારની નકલી નોટ મળી આવી હતી. નકલી નોટ ગણવામાં આવી ત્યારે આંકડો 8 કરોડે પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ મોટી માછલીની શોધમાં
મહારાષ્ટ્ર પોલીસે 8 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે પાલઘરના બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ પ્રકરણમાં જોડાયેલા ઉપરના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ પણ જાન્યુઆરી માસમાં પોલીસે 7 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી પાડી હતી. નકલી નોટનો ઉપયોગ કેવી રીતે અને શાના માટે કરવામાં આવે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ નોટ ક્યાંથી છપાઈ હતી અને ક્યાં મોકલવામાં આવી રહી હતી તેની તપાસ કરવામાં આવશે.