નશેડી પતિએ પરિવારને જીવતો સળગાવી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:51:46

પંજાબના જલંધરથી કંપારી છોડાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જલંધરમાં એક યુવકે સાસુ-સસરા, પત્ની સહિત દિકરી અને દિકરાને જીવતા સળગાવી દેવાનો બનાવ બન્યો છે. કાલીસિંહ નામના વ્યક્તિએ સોમવારે સસરાના ઘરમાં આગ લગાવી દીધી હતી જેથી પરિવાર બળીને ભડથું થઈ ગયો હતો. 


નશેડી પતિએ પરિવારને પતાવ્યો

નશેડી પતિએ અન્ય ત્રણ મિત્રો સાથે આવીને પરિવાર પર હુમલો બોલાવ્યો હતો. પતિ પત્ની અને બાળકોને પીયરથી લેવા માટે જલંધરના બીટલા ગામે ગયો હતો. પત્ની પતિની નશાની આદતથી પરેશાન થઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સોમવારે પતિ બીટલા પહોંચ્યો હતો ત્યારે પરિવાર પાછો ઘરે આવવા માટે માન્યો ના હતો. પત્નીએ ખુરશૈદપુરા નહીં આવવાની વાત કરતા આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. 


દિવાસળી ચાંપી પરિવારને જીવતો સળગાવ્યો 

કાલીસિંહ નામનો યુવક બીટલા ગામે જ રોકાયો હતો. પત્નીએ ઘરે આવવાની ના પાડતા તે ખૂબ ગુસ્સામાં હતો. અંતે તેણે પરિવારને પતાવી દેવાનો નિર્ણય લીધો અને તેના દોસ્તો સાથે મળીને સસરાના ઘરે જઈ તાળું મારીને રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેથી પત્ની, બે બાળકો અને સાસુ સસરાનું મોત થયું છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...