બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર નશામાં ધૂત વ્યક્તિએ કર્યો પેશાબ, નોંધાવાઈ પોલીસ ફરિયાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 17:02:48

આજકાલ ફ્લાઈટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ વખત પેસેન્જર પેસેન્જર સાથે લડતા હોય છે તો કોઈ વખત પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે લડતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ તમામ હદ હટાવી દીધી છે અને બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ કરી છે.


70 વર્ષીય મહિલા પર પૂરૂષે કર્યો પેશાબ 

ફ્લાઈટમાં થતી ઘટનાઓ તેમજ બબાલોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શર્મશાર કરે એવી છે. ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ઘૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો છે. આ કૃત્યને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ મહિલાએ ટાટા ગૃપના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખ્યો અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. 


એર ઈન્ડિયા કંપનીએ દાખલ કરાવી ફરિયાદ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ આ ઘટનાનો સામનો કરવા માટે સતર્ક ન હતા. આ મામલે એર ઈન્ડિયાએ એફઆરઆઈ દાખલ કરાવી છે. ઉપરાંત કંપનીએ આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના પણ કરી છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય કરનાર પૂરૂષનું નામ નો-ફ્લાઈટ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. આ મામલે નાગરિક ઉડ્ડયન વિભાગે પણ એરલાઈન્સ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.    




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.