થોડા દિવસ પહેલા અમદાવાદમાં નબીરાએ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે પોતાની અડફેટમાં અનેક નિર્દોષ લોકોને લઈ લીધા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણને સૌને ખબર છે. દારૂ અનેક જગ્યાઓ પર વેચવામાં આવે છે. તેની જાણ કદાચ પોલીસને પણ હોતી હશે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠામાં નશામાં દૂત એક કાર ચાલકે અકસ્માત સર્જાયો છે. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે.
ચાલુ ગાડીએ કાર ચાલક કરતો હતો દારૂની પાર્ટી
તથ્ય કાંડ બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે. કાયદા ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ, હેલ્મેટ વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. અનેક લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવી ગઈ છે. ત્યારે બનાસકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. આબુ હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં જાન હાની ટળી છે. ઘટનાની જાણ થતાં નશામાં ધૂત કાર ચાલક વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ
એક તરફ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો બીજી તરફ નબીરાઓના એવા કિસ્સાઓ સામે આવતા હોય જેમાં નબીરાઓને કાયદાનો ડર જ ન હોય તેવું લાગે છે. પાલનપુરમાં અકસ્માતની એક ઘટના બની છે. નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નશાખોર કાર ચાલક ગાડીમાં પાર્ટી કરી રહ્યો હતો જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. પોલીસ સુધી એ વીડિયો પહોંચતા કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
કાયદાનો લોકોને નથી રહ્યો ડર!
મહત્વનું છે રાજ્યમાં વધતા અકસ્માત ચિંતાનો વિષય છે. અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ અકસ્માતમાં ગુમાવ્યા છે. પ્રશ્ન એ થાય કે પોલીસની બીક શું નબીરાઓને નથી રહી? ખુલ્લેઆમ ડ્રિંક કરી લોકો ડ્રાઈવ કરી રહ્યા છે પરંતુ કોઈને પણ કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી.નશામાં જો અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે તેની પણ તેમને ચિંતા નથી. તમારા માટે એ ભલે મજા હોઈ શકે છે, પરંતુ બીજા માટે એ સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.