શ્રદ્ધા મર્ડર કેસમાં દિનપ્રતિદિન નવા વળાંક આવી રહ્યા છે. કેસને સૂલઝાવવા પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં અનેક રાઝ ખુલ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસ વચ્ચે પોલીસ આફતાબ સામે ડ્રગ્સ સેવનના આરોપની તપાસમાં લાગી ગઈ છે. અને આ તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.
ડ્રગ્સનું સેવન કરવાની માહિતી મળતા પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી 4 ડ્રગ્સ સપ્લાયરને પકડી પાડ્યા હતા. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું હતું. આફતાબને ફૈઝલ મોમીન ડ્રગ્સ પહોંચાડતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા અને અમરોલીના 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. આજે પણ આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવવાનો છે.