Jamnagarની જી.જી હોસ્પિટલમાં આરામથી ફરતો દેખાયો શ્વાન! સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 17:26:40

રાજ્યમાં રખડતા પશુનો તેમજ રખડતા શ્વાનનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બનતા હોય છે. અનેક વખત લોકો ગંભીર રીતે હુમલો થવાને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે જામનગરથી એક દ્રશ્ય સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શ્વાન હોસ્પિટલમાં પહોંચી ગયો અને જે બેડ પર દર્દી ઉંઘતા હોય ત્યાં જઈને આરામથી ઉંઘી ગયો.   


હોસ્પિટલ બેડમાં આરામથી ઉંઘતો જોવા મળ્યો શ્વાન 

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણને વિચાર કરવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જામનગરની જી.જી હોસ્પિટલનો છે. એ વીડિયોમાં એક વોર્ડના બેડ પર દર્દીઓ આરામ કરતા હોય તે બેડ પર શ્વાન આરામ કરતું દેખાઈ રહ્યું છે. જે સમયે શ્વાન દર્દીના બેડ પર આરામ ફરમાવી રહ્યો હતો તે સમયે કોઈએ વીડિયો બનાવી દીધો અને હાલ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


હજારો દર્દીઓ હોસ્પિટલમાં આવે છે સારવાર અર્થે 

હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે. સીસીટીવીથી હોસ્પિટલ સજ્જ હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જી.જી હોસ્પિટલ માનવામાં આવે છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં એ પણ વોર્ડ સુધી શ્વાન કેવી રીતે પહોંચ્યો તે એક પ્રશ્ન છે. હોસ્પિટલથી અવાર-નવાર આવા દ્રશ્યો સામે આવતા રહે છે તે દર્દીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલ છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?