સાંસદનું નામ લખી વેરાવળમાં ડોક્ટરે કર્યો આપઘાત, કાઢવામાં આવી અંતિમયાત્રા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-13 18:13:01

રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાં જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારના 11 વાગ્યે ડોક્ટર નિયમીત રીતે નીચે આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ તે નીચે ન આવ્યા. જેને લઈ સ્ટાફ ઉપર ગયો ત્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, 



ડોક્ટરે લખેલી 2 લીટીની સ્યુસાઈડ નોટ


સુસાઈડ નોટમાં લખ્યું વર્તમાન સાંસદનું નામ    

વેરાવળમાં ડોક્ટરના આપઘાત બાદ ચકચાર મચી ગયો હતો. એસટી રોડ પર આવેલી કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ઘરાવતા એમ.ડી ડો. અતુલભાઈ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. શનિવારે સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.સુસાઈડ નોટમાં મરતા પહેલા ડોક્ટરે બે નામ લખ્યા હતા જેમાં રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદના છે રાજેશ ચુડાસમા છે. આ બેના નામ આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરી હતી. શોક વ્યક્ત કરતા તેમણે ગૃહમંત્રીને આ અંગે તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરૂ છું.

  



નાણાંકીય લેવડ-દેવડને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન 

આત્મહત્યા કરવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સ્યુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે અને નાણાંકીય લેવડ-દેવડની કોઈ ચિંતાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.



ડોક્ટરની અંતિમયાત્રા



પરિવારજનોની હાજરીમાં કઢાઈ અંતિમયાત્રા 

ડોક્ટરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે વેરાવળમાં ડોક્ટરની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની સાથે સાથે આ અંતિમ યાત્રામાં સમાજના લોકો પણ જોડાયા હતા.      




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...