આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભક્તે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન! દાનપેટીમાં નાખ્યો કરોડોનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રુપિયા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-25 17:47:44

છેલ્લા ઘણા સમયથી ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ નકલી પીએમઓ અધિકારી બનીને લોકોને છેતરે છે તો કોઈ નકલી સીએમઓ અધિકારી બનીને લોકોને ઠગે છે પરંતુ હમણા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠગે ભગવાનને છેતર્યો છે. આ સમાચાર વાંચીને તમને લાગતું હશે કે ભગવાનને કેવી રીતે છતરાય. વાત એમ છે કે મંદિરની દાનપેટીમાં એક ચેક આવ્યો હતો જેમાં રકમ લખવામાં આવી હતી 100 કરોડ. જ્યારે મંદિરવાળા ચેક ડિપોઝિટ કરવા બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે જે અકાઉન્ટથી ચેક આપવામાં આવ્યો છે તે અકાઉન્ટમાં માત્ર 17 રૂપિયા બેલેન્સ હતું.   

મંદિરની દાનપેટીમાં આવ્યો 100 કરોડ લખેલી રકમનો ચેક 

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી વરાહલક્ષ્મીનો ભંડાર ખાલી કરવામાં આવી રહ્યો હતો. ભંડારમાંથી નોટો નીકળી રહેલી હતી. આ બધા વચ્ચે એક  કાગળીયું નીકળે છે. જે કાગળિયું સામાન્ય ન હતું પરંતુ ચેક હતો. જે ચેક હતો તેમાં જે રકમ હતી તેને વાંચીને ત્યાં ઉપસ્થિત લોકોના હોશ ઉડી ગયા હતા. એ ચેક પર રકમ લખવામાં આવી 100 કરોડ. ભંડાર ખાલી રહેલા લોકોની આંખો રકમ વાંચીને પહોંળી થઈ ગઈ. 100 કરોડવાળી રકમનો ચેક જોઈ લોકો ચોંકી ગયા હતા. વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચેકને લઈ બેન્કમાં પહોંચ્યા. કેશ કરાવવા જ્યારે ગયા ત્યારે જે હકીકત સામે આવી તે અવિશ્વસનીય હતી. જે વ્યક્તિએ 100 કરોડનો ચેક ફાળ્યો હતો તેના ખાતામાં માત્ર 17 રુપિયા હતા.   


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચેકનો ફોટો 

મંદિરમાં દાન કરવામાં આવેલા ચેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને જોતા જ લોકો માથું પકડી રહ્યા છે. મંદિરની દાનપેટીમાં કોણે આ ચેક નાખ્યો તેની જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટા પર વાયરલ થતાં જ અલગ અલગ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીમ શેર થવા લાગી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?