આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત અન્ય બે લોકોની દિલ્લીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે.
સત્યેન્દ્ર જૈનના જામીન નામંજૂર
તપાસ એજન્સીએ વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન સામે કથીત રીતે ચાર કંપનીઓ મારફતે કાળા નાણાને સફેદ ધનમાં ફેરવવાનો આરોપ છે. સમગ્ર બાબતો વચ્ચે સત્યેન્દ્ર જૈને જામીન માગ્યા હતા તો કોર્ટે જામીન ફગાવી દીધા છે.
દિલ્લીની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવાના કેસમાં એક જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન સાથે મીલીભગત હોવાના કારણે સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કોર્ટેને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈનને મસાજ પણ કરવામાં આવી રહી હતી.