વડોદરામાં જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ખામી! મંજૂરી વગર વ્યક્તિએ ઉડાવ્યું ડ્રોન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 13:13:30

થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની તેમજ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક સામે આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. વડોદરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તે સમયે ડ્રોન ઉડાવનાર શખ્સ સ્ટેજ સુધી પહોંચી ગયો હતો. આ ઘટના વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં બની છે.



સીએમની સુરક્ષામાં થઈ ચૂક 

દેશમાં ટોચના નેતાઓની સુરક્ષા પાછળ અનેક એજન્સીઓ કામ કરતી હોય છે. એજન્સી પર તેમની સુરક્ષાની જવાબદારી રહેલી હોય છે. તેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા. કમાટીબાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. ત્યારે તેમની સુરક્ષામાં ચૂક સામે આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્ટેજ પાસે હતા તે દરમિયાન ડ્રોન ઉડાવનાર એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક જરૂર કાર્યવાહી કરી છે.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...