કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ફટકારાઈ માનહાનીની નોટિસ! બજરંગ દળ અંગે આપેલી ટિપ્પણીને લઈ 100 કરોડના માનહાનિ કેસમાં સંગરુર કોર્ટે મોકલ્યું સમન્સ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 14:28:54

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરૂર કોર્ટે સમન્સ જારી કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડના માનહાનીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

  

100 કરોડનો માનહાનીનો કેસ કરાયો!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી સરકાર કર્ણાટકમાં બનવા જઈ રહી છે. બજરંગદળને લઈ કર્ણાટકમાં ઘમાસણ ચાલ્યું હતું. રાજકારણ ગરમાયું હતું. ત્યારે બજરંગદળ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગદળ પર આપેલા નિવેદનના સંદર્ભને લઈ સંગરૂરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યું છે.  હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. 


રાહુલ ગાંધી બાદ મલ્લિકાર્જુ ખડગેને મળી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતા નિવેદનનોને કારણે અનેક વખત રાજકીય નેતાઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. થોડા વર્ષો પહેલા મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત જાહેર કરવામાં  આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની સંગરૂર કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી અનુસાર હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે કેસ કર્યો છે. 


કોર્ટે માનહાની મામલે સમન્સ પાઠવ્યું!

ભારદ્વાજે કહ્યું જ્યારે મને જાણવા મળ્યું કે ઘોષણા પત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, ત્યારે મેં ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે ખડગે વિરૂદ્ધ 100 કરોડનો માનહાની મામલે સમન્સ પાઠવ્યું છે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?