જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વાકાયામાં શહેરમાં પીએમ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પર પાઈપ બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થયા બાદ સુરક્ષા જવાનો દ્વારા પીએમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને પણ દબોચી લીધો છે.
આ હુમલાનો વીડિયો થયો વાયરલ!
મળતી માહિતી અનુસાર વાકાયામા જ્યારે રેલીમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક હુમલાખોરે વડાપ્રધાન પર સ્મોક બોમ્બ અથવા તો પાઈપ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. હુમલો થતા અફરા-તફરી સર્જાઈ હતી. સુરક્ષા જવાનોએ વડાપ્રધાનને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પણ ઝડપી પાડ્યો છે.
પોલીસકર્મીએ આરોપીને દબોચી દીધો!
આ ઘટના અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો થયો હતો. પીએમનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ આમ તેમ દોડી રહ્યા છે. આ બધા દરમિયાન પોલીસકર્મી દ્વારા તેને દબોચવામાં આવે છે અને તેને જમીન પર પટકવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.