થોડા સમય પહેલા ભરૂચથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારોની પડાપડી જોઈ હતી.. વીડિયો વાયરલ થયા બાદ તે વીડિયો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. ગુજરાતથી નહીં પરંતુ મુંબઈ થી.. મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા હતા..
કંપનીએ આટલી પોસ્ટ માટે રાખ્યો વોક ઈન ઈન્ટરવ્યુ અને...
જે વીડિયો સામે આવ્યો છે તે મુંબઈના કલિનાથી સામે આવ્યો છે. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા કંપનીએ 'હેન્ડીમેન'ની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ એવા લોકો છે જેઓ રિપેરિંગ તેમજ મેઈન્ટેનન્સનું કામ કરે . કુલ 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની હતી. પરંતુ આટલી ઓછી જગ્યાઓ હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. જેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા..
થોડા દિવસ પહેલા અંકલેશ્વરથી સામે આવ્યો હતો વીડિયો
ઔપચારિક સૂચના અનુસાર 12 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન વિવિધ પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવાના હતા. આમાં મંગળવારે મહત્તમ ભરતી કરવામાં આવી હતી એટલે કે હેન્ડીમેન માટે 2216 અને યુટિલિટી એજન્ટ માટે 22 જગ્યાઓ. તો આટલી ખાલી જગ્યામાં નોકરી માટે આટલા બધા લોકો ઉમટી પડ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તે સવાલો ઉભા કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે? આ વીડિયો જોયા પછી તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો..