મૌલાના મુફતી સલમાન અઝહરી સામે કચ્છના સામખિયાળીમાં પણ નોંધાયો ગુનો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-06 17:07:47

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી રહી છે. ગત 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે મુંબઇના ઘાટકોપરમાંથી શુક્રવારે ધરપકડ કરી હતી. આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જો કે આજે મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 


કચ્છના સામખીયાળીમાં નોંધાઈ ફરિયાદ


મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ઉશ્કેરણીજનક ભાષણને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ વિવાદાસ્પદ ભાષણો કર્યું હતું. 


આ કલમો હેઠળ ગુનો નોંધાયો


આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આઇપીસી કલમ 153 બી, 505-(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં બે આરોપી છે. એક મામદ ખાન અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે. તેમાં બનાવ 31 જાન્યુઆરી 2024ના રોજ સામખિયાળીમાં સવારમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતું, એ ભાષણ ઉશ્કેરણીજનક હતું એ અનુસંધાને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?