અટલ બ્રિજ પર લાગેલા કાચમાં જોવા મળી તિરાડ, થોડા મહિના પહેલા જ બ્રિજનું થયું ઉદ્ધાટન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-06 09:17:52

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજોને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી શાંત નથી થયો ત્યારે થોડા મહિના પહેલા શરૂ કરાયેલો અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે ફૂટ બ્રિજ પર લગાવાયેલા કાચમાંથી એક કાચમાં તિરાડ દેખાઈ હતી. જેને લઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અધિકારીઓએ કહ્યું કે તિરાડ ગરમીને કારણે પડી છે. આમ કહી અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો.


કાચમાં તિરાડ દેખાતા બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. અટલ ફૂટ બ્રિજ લોકોની પસંદગી બની રહ્યું છે. સાત મહિના પહેલા શરૂ થયેલા આ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે બ્રિજ પર કાચ લગાવવામાં  આવ્યા છે. ત્યારે કાચમાં તિરાડ પડેલી દેખાતા લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


ગરમીને કારણે કાચમાં પડી તિરાડ! 

થોડા સમય પહેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. ઓછી ગુણવત્તા વાળો સામાન વપરાયો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા હતા. એ વિવાદ હજી એની ચર્ચા શાંત નથી થઈ ત્યારે અટલ બ્રિજને લઈ આવા સમાચાર આવતા લોકોને અનેક સવાલ થઈ રહ્યા છે. બ્રિજ શરૂ થયાના થોડા સમય બાદ જ કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજી તો અસહ્ય ગરમીની શરૂઆત પણ નથી થઈ અને આ હાલત છે તે તો જ્યારે તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચશે ત્યારે શું થશે.



બ્રિજને લઈ શરૂ થઈ રાજનીતિ 

તિરાડો દેખાતા એ કાચના ભાગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક સમયે દાવો કરવામાં આવ્યો હતો કે કાચ 1000 કિલો જેટલું વજન ખમી શકવા સક્ષમ છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. બ્રિજને લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.      


   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?