થોડા મહિના પહેલા શરૂ કરાયેલા વડોદરાના અટલ બ્રિજ પર પડી તિરાડ! બ્રિજમાં તિરાડ દેખાતા લોકોના મનમાં ઉઠ્યા ભ્રષ્ટાચાર વિશે પ્રશ્ન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-25 16:55:43

બ્રિજના નિર્માણ માટે વપરાતા મટીરિયલ્સની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. એક બ્રિજની ચર્ચા જ્યારે ખતમ થઈ ન હોય ત્યારે તો બીજા બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો બ્રિજ ચર્ચામાં આવ્યો છે. વડોદરા તેમજ ગુજરાતનો સૌથી લાંબો ગણાતો બ્રિજ એવા અટલ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. ચાર મહિના પહેલા શરૂ કરવામાં આવેલા બ્રિજમાં તિરાડો દેખાઈ હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજમાં તિરાડો પડી છે.  


અટલ બ્રિજમાં દેખાઈ તિરાડ!

રાજ્યમાં આવેલા બ્રિજો ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે. એ પછી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી મોરબીનો ઝુલતો બ્રિજ હોય. ત્યારે વડોદરાના અટલ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કારણ કે બ્રિજ પર તિરાડો દેખાઈ હતી. 


230 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ચાર મહિનાની અંદર થઈ ગયો બિસ્માર!

તેમજ રસ્તા પર પાથરવામાં આવેલો ડામર પણ પીગળી ગયો હતો. અનેક વખત ગરમીને કારણે રસ્તા પરના ડામર પીગળી જતા હોય છે. ગરમીમાં આવા કિસ્સા થવા સામાન્ય હોય છે પરંતુ જો રસ્તો નવો હોય તો તે થવું નવાઈની વાત છે. મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરના રોજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે માત્ર ચાર મહિના પહેલા લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલા બ્રિજમાં તિરાડ દેખાતા લોકોના મનમાં પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાતા અટલ બ્રિજ ઉદ્ધાટનના થોડા મહિનાઓ બાદ ચર્ચામાં આવ્યો છે. બ્રિજ પર તિરાડો દેખાઈ રહી છે. રસ્તા પરનો ડામર પીગળી રહ્યો છે તેમજ ઉખડી પણ રહ્યો છે. 230 કરોડના ખર્ચે બનેલા બ્રિજની હાલત પણ શું અમદાવાદના હાટકેશ્વર બ્રિજ જેવી થશે તે એક પ્રશ્ન છે. 


બ્રિજના નિર્માણમાં થતો ભ્રષ્ટાચાર નોતરી શકે છે દુર્ઘટનાને! 

થોડા મહિના પહેલા શરૂ થયેલા બ્રિજની આવી દુર્દશા થતાં લોકો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી છે. ત્યારે બિસ્માર બ્રિજની હાલત માટે જવાબદાર કોણ? બ્રિજમાં વપરાયેલો સામાન હલકી ગુણવત્તાવાળો હોવાને કારણે રસ્તાઓ બિમાર, બિસ્માર થઈ જતાં હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બ્રિજની તિરાડોને પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ક્યાં સુધી બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળો સામાન વપરાતો રહેશે કારણ કે બ્રિજના નિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર કોઈ દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. અનેક લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?