રક્ષક જ ભક્ષક બને ત્યારે! Ahmedabadમાં રહેતા દંપત્તિને પોલીસનો કડવો અનુભવ, દંપત્તિ પાસેથી પડાવ્યા આટલા હજાર રૂપિયા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-28 14:12:28

અનેક વખત આપણે જોયું હશે અથવા તો આપણને પોતાને અનુભવ થયો હશે કે રસ્તા પર ઉભેલા ટ્રાફિક જવાનો તોડ કરતા હોય છે. કાયદાનો ડર બતાવી વાહનચાલકો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. અનેક વખત તો ભૂલ ન હોવા છતાંય દંડ ભરવો અથવા તો પૈસા આપો તેવી વાતો આપણે સાંભળી હશે. અનેક લોકો આવી ધમકીઓથી ગભરાઈને પૈસા આપી દેતા હોય. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. રાત્રે ડ્યુટી પર રહેલા વર્દી પહેરીને ઉભેલા જવાનોએ પરિવાર પાસેથી 2 લાખની માગણી કરી હતી પરંતુ પૈસા ન હોવાને કારણે આ તોડ 60 હજારમાં પત્યો હતો.  


સાઉથ બોપલમાં રહેતા પરિવારને પોલીસનો થયો કડવો અનુભવ 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતી હોય છે. રસ્તા પર ટ્રાફિકનું ધ્યાન રાખતા જવાનો અનેક વખત તોડ કરતા દેખાય છે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસ કર્મચારીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદ પોલીસને વર્દીએ કલંકીત કરી દેશે. આખા ઘટનાની વાત કરીએ તો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ તેમના પત્ની પોતાના એક વર્ષના બાળક સાથે થાઈલેન્ડ ફરવા ગયા હતા. 25 ઓગસ્ટની રાત્રે ફરીને પાછા તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ઘરે પહોંચવા માટે તેમણે ટેક્સી કરી. ટેક્સી ઘરે પહોંચે તે પહેલા એસપી રીંગ રોડ પાસે ઓગણજ ટોલ ટેક્સ સર્કલ પાસે પોલીસે તેમની ગાડીને ઉભી રાખી અને ચેકિંગ કરવાની વાત કહી. 



પોલીસે દંપત્તિ પાસે કરી 2 લાખની માગણી 

મહત્વનું છે કે તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં બે પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં હતા અને એક વ્યક્તિ સામાન્ય કપડામાં હતો. સાદા કપડા પહેરેલા માણસે દંપતીને પૂછ્યું આટલી મોડી રાત્રે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી કે અત્યારે પોલીસની ડ્રાઈવ ચાલે છે. આવું કહીને તેમણે તો મિલનભાઈને પોલીસની ગાડીમાં બેસાડી દીધા અને પોલીસની વર્દી પહેરેલો માણસ ગાડીમાં બેસી ગયો અને મિલનભાઈના પત્ની પાસેથી મોબાઈલ લઈને બંધ કરી દીધો. દંપતીને એક અજાણી જગ્યાએ લઈ જઈ તેમણે ઉભા રાખ્યા અને કહ્યું કે 2 લાખ રૂપિયા આપો બાકી તમને ફસાવી દઈશું. 


60 હજારમાં પોલીસે કર્યો તોડ 

બે લાખની વાત કરવામાં આવતા દંપતી ચોંકી ઉઠી હતી. વાટાઘાટો શરૂ થઈ.મિલનભાઈે કહ્યું કે હું વધારે તો રૂપિયા નહીં આપું દસ હજાર રૂપિયા તમે રાખી લો. 10 હજારથી સંતોષ ન માન્યો અને 60 હજાર રૂપિયા આપવા દબાણ કર્યું. 60 હજાર રૂપિયાની ડીલ થઈ. 60 હજારનું નક્કી થતા પૈસા ઉપાડવા માટે પોલીસ મિલનભાઈને એસબીઆઈના એટીએમ પાસે લઈ ગઈ. 40 હજારની વ્યવસ્થા એટીએમથી થઈ ગઈ અને બાકીના 20 હજાર રૂપિયા પોલીસે ડ્રાઈવરના ખાતામાં નખાવ્યા. મિલનભાઈ જાગૃત નાગરિક હતા તો તેમણે સોલા પોલીસ મથક જઈને ફરિયાદ નોંધાવી કે મારી સાથે આવું થયું હતું. પોલીસે ફરિયાદ લઈ લીધી અને આ ગુનામાં 3 પોલીસ કર્મચારીની ઓળખ થઈ ગઈ છે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે . 


અનેક ખરાબ લોકોને કારણે પોલીસ કોમ થાય છે બદનામ

ખરેખર અવારનવાર સામે આવતા આવા કિસ્સાઓને કારણે પોલીસની છબી વધારે ખરાબ થતી જઈ રહી છે. અમુક લોકો પોલીસ જાતને બદનામ કરી નાખે છે. થોડા તોડબાજ પોલીસકર્મીઓના કારણે આખી પોલીસ કોમ બદનામ થઈ જાય છે. સમાજમાં પોલીસની નકારાત્મક છબી પણ આવા લોકોના કારણે જ બની છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ બાકી રક્ષક કરતી પોલીસ ભક્ષક બનતા વાર નહીં લાગે. આ સડો દૂર થવો અ્તિ જરૂરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?