રાજ્યમાં અનેક વર્ષો બાદ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો અનેક લોકો તાપણાનો ઉપયોગ કરતા હોય છે. ખુલ્લી જગ્યા પર તાપણું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપણું કરી રહ્યા છે. તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં રહેતા એક દંપતિનું મોત થઈ ગયું છે.
ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો લોકો કરે છે ઉપયોગ
ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. શીતલહેર કોને કહેવાય તેનો અનુભવ આ વખતની ઠંડીમાં થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત અનેક લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધુમાડાને કારણે વડોદરામાં રહેતા દંપતીનું મોત થયું છે.
તાપણાના ધુમાડાને કારણે ગયો દંપતીનો જીવ
ઠંડીથી રક્ષણ મેળવવા વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં રહેતા દંપતીનું મોત તાપણાના ધુમાડાને કારણે થયું છે. તાપણું કરીને દંપતી સૂઈ ગયા હતા. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થઈ જેને કારણે બંનેના મોત થઈ ગયા. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં બની હતી. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીના મોત થઈ ગયા છે.