મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ગાડી અને ટ્રકની વચ્ચે ટક્કર થતા નવ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારના સમયે બની છે. આ ઘટના સવારના 4.45 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે. સામેથી આવી રેહલી ટ્રક કારમાં સવાર લોકો માટે કાળનો કોળિયો બની.
અકસ્માતને પગલે નવ લોકોના થયા મોત
અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેલક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક ગોઝારો અકસ્માત મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર થયો છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો છે. આ અકસ્માતને કારણે નવ લોકોના મોત ઘટનાસ્થળે થયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એકબીજાના સંબંધી હતા. તે રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ અને નવ લોકોનો મોત થઈ ગયા.
ટ્રક અને ગાડી વચ્ચે થયો અકસ્માત
ટ્રક અને કારની આમને-સામને ટક્કર થઈ જેને કારણે ગાડીના ભૂક્કા બોલાઈ ગયા હતા. કારની દુર્દશા થઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા લોકોના જીવ બચી ન શક્યા. અને ઘટના સ્થળે જ તેઓએ પ્રાણ ત્યાગી દીધા. પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી છે. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે.