ઘરેથી આપણે નિકળીએ છીએ ત્યારે ખબર નથી હોતી કે આપણે સાજા હેમખેમ ઘરે પહોંચીશું કે નહીં કારણ કે રસ્તામાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.! અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને રોડ અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ઘોળકામાં સર્જાયો છે જેમાં પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત પાર્ક કરેલા ડમ્પર અને બોલેરો વચ્ચે સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બોલેરો અને ડમ્પર વચ્ચે થઈ ટક્કર અને સર્જાઈ દુર્ઘટના
છેલ્લા ઘણા સમયથી અકસ્મોતની વણઝાર જોવા મળી રહી છે. પ્રતિદિન અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. કોઈ બીજાની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘણી વખત આપણે માનતા હોઈએ છીએ કે અકસ્માત સર્જાયો છે તો તેમાં મોટા વાહનની ભૂલ હોય છે. પરંતું ઘણી વખત આવું નથી હોતું કારણ કે ભૂલ કદાચ નાના વાહન ચલાવતા વ્યક્તિની પણ હોઈ શકે છે.
ઘટનામાં પાંચ લોકોના થયા મોત!
જે અકસ્માત સર્જાયો છે તે અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો અથડાઈ ગઈ અને બોલેરોમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કારની ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. એવી માહિતી સામે આવી છે કે બોલેરોમાં મજૂરો સવાર હતા અને પોતાના કામ અર્થે તે ધાનપુર જઈ રહ્યા હતા. જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા છે તેમાં મહિલા તેમજ બાળકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.