ચાઈનીઝ દોરીએ લીધો એક યુવકનો જીવ, બાળકને પણ દોરીને કારણે પહોંચી ઈજા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 10:22:12

ઉત્તરાયણમાં હવે ગણતરીના દિવસો બાકી છે. અનેક લોકો ઉત્તરાયણની ઉજવણી ઘણા સમય પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે તો અમુક લોકોના ગળા પતંગની દોરીને કારણે કપાઈ જતા હોય છે જેને કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદમાં એક બાળકને ઈજા પહોંચી છે જ્યારે વડોદરામાં પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. 


ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના થાય છે મોત

ઉત્તરાયણને લઈ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણને થોડા દિવસો જ બાકી રહ્યા છે જેને કારણે અનેક લોકોએ પતંગ ચગાવાની શરૂઆત પણ કરી દીધી છે. ચાઈનીઝ દોરી પર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે પરંતુ અનેક સ્થળો પર આનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો મોતને પણ ભેટે છે જ્યારે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચે છે. 


વડોદરાના યુવકનો ગયો જીવ 

ચાઈનીઝ દોરીને કારણે વડોદરામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર બાઈક લઈને યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. 


અમદાવાદમાં બાળકને દોરીને કારણે પહોંચી ઈજા 

ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ટૂ-વ્હીલરની આગળ બેઠેલા બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી જેને કારણે તેને ઈજા પહોંચી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય અનેક જગ્યાઓ પર જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ દોરીને કારણે વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...