બનાસકાંઠાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગતા થયું એક બાળકનું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-15 17:35:40

આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જો હોસ્પિટલમાં જ આગ લાગે તો? બનાસકાંઠા જિલ્લાની કાંકરેજમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નાના બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.     


ICU વોર્ડમાં આગ લાગતા થયું 4 દિવસના બાળકનું મોત 

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ બાળકો એડમીટ હતા અને તેમાંથી એક બાળકનું મોત થયું છે,એ મોત વધારે કરુણ એટલાં માટે બન્યું છે કેમ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર માત્ર 4 દિવસની હતી, જો કે બાકીના 2 બાળકોનો જીવ બચી જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાં સરકારી ડોક્ટર હાજર ન હોવાથી, લોકો ડોક્ટરને તેમના ઘરે બોલાવા ગયા હતા, જો કે ત્યાં ડોક્ટરે લોકો સાથે સારુ વર્તન નહોતુ કર્યુ અને લોકો સાથે આડકતરી રીતે એટલે કે એટીટ્યુડથી વાત કરી હતી.


નાના બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભરાયો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકો ભેગા થયા હતા અને સરકારી ડોક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો, લોકોએ કહ્યું હતું કે સરકારી ડોક્ટરની આવી મનમાની નહીં જ ચાલે..બનાસકાંઠાના લોકોએ સરકારી હોસ્પિટલ બહાર ડોક્ટરને હટાવવો તેને લઈ વિરોધપ્રદર્શન કર્યુ હતું. જો કે અંતે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી 

પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, માત્ર એવું માનવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. અંતે આગ કેવી રીતે લાગી એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે એક બાળકનો જીવ ગયો છે.


બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ ભોગવવું પડે છે! 

છેલ્લે સુરતની તક્ષશીલા હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે પછી બનાસકાંઠાના કાંકરેજના શિહોરની કોઈ ખાનગી હોસ્પિટલ…આગ લાગે એ પાછળની બેદરકારી દર વખતે કેટલાંય નિર્દોષોનો જીવ લે છે, જેનું પરિણામ તેમના પરિવારજનોને ભોગવવું પડતું હોય છે, પણ તેમ છતાં લોકો જાગતા નથી.     

       




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?