Banaskathaથી શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો 9 વર્ષના બાળકને ભયંકર માર માર્યો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 16:22:36

એક શિક્ષક જેની જોડે બાળક પોતાના પરિવાર કરતાં પણ વધુ સમય રહે છે. શિક્ષકની એ ફરજ છે કે એ બાળકને એના માતા પિતા જેટલો જ પ્રેમ આપે અને સંભાળ રાખે. પણ અફસોસ આજકાલ શિક્ષકો હેવાન બનતા જાય છે. ગઈકાલે મહીસાગરથી એક સ્ટોરી આવી પછી દાંતાથી સ્ટોરી આવી એક શિક્ષકે ધોરણ 3 મા ભણતા 9 વર્ષનાં બાળકને બહરેમીથી માર્યું. મહીસાગરથી તો આવા સમાચાર સામે આવ્યા પરંતુ બનાસકાંઠાથી પણ આવા વીડિયો સામે આવ્યા છે. 

9 વર્ષના બાળક સાથે શાળામાં કરાયું આવું વર્તન!

બનાસકાંઠાના દાંતથી સમાચાર આવ્યા કે હડાદ પેનીયલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકને ઢોર માર મારવામા આવ્યો છે. 9 વર્ષના બાળકને જે ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારવામાં આવ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. કઈ વાત પર પ્રિન્સિપલે માર્યું તો કારણ માત્ર એટલું કે હોમવર્ક કરતાં કરતાં એ બાળકથી કંઈક મેસેજ થઈ ગયો હતો. પછી પિતાએ માફી પણ માંગી હતી છતાંય સવારે બાળક સ્કૂલમાં આવ્યો ત્યારે પ્રિન્સિપાલે દાઝ કાઢી હતી. બાળકને એટલો માર્યો કે શરીર પર ગંભીર ઈજા થઈ છે. એ જ્યારે ઘરે ગયો ત્યારે રડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને વાલીએ શિક્ષકોને સવાલ કર્યો તો એ લોકોએ કંઈ જવાબ ના આપ્યો. તો માતા પિતાએ સ્કૂલ અને શિક્ષક સામે એફઆઈઆર પણ કરી છે.  


વિદ્યાર્થીને પ્રિન્સીપલે માર્યો ઢોર માર!

શિક્ષકોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય, એમના ખરાબ સ્વાસ્થ્યના કારણે બાળકો ભોગ બની જાય છે. કેમ કે આ જમાનામાં કોઈક અસ્થિર માણસ જ બાળકોને આ રીતે મારે. બાકી નાના બાળકોને મારવાનો જીવ કઈ રીતે ચાલે? આવી જ ઘટના મહીસાગરથી કાલે સામે આવી હતી. જેમાં સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને પીવીસી પાઈપથી બહેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે કેટલી ગંભીર આ બાબત છે કે બાળકોને શાળાના શિક્ષક આ રીતે મારે સંતરામપુરમાં વિદ્યાર્થી સાથે શું થયું?  


બાળકના કોમળ મનમાં પડતી હોય છે આવી ઘટનાની ગંભીર અસર! 

આવા કિસ્સાઓ સામે આવ્યા પછી એક સવાલ થાય કે આવા ફૂલ જેવા બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે? આ બાળકો આ માર અને આ ઈજાઓના ઘાવ જીવનભર પોતાની સાથે લઈને ફરશે! તમારું આવી ઘટનાઓ માટે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?