Godhraમાં NEETની પરીક્ષામાં ગેરરીતિનો કેસ! ચોરી કરાવનાર રેકેટનો કઈ રીતે થયો પદૉફાશ? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 16:56:56

પેપર લીક થવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે... થોડા દિવસો થયા હોય અને પેપર લીકની ઘટના સામે આવી જાય..! સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત આવું બનતું હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવી માહિતી સામે આવી છે.. કલેક્ટરની સતર્કતાને કારણે આ ઘટના સામે આવી છે.. સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે... એવી માહિતી પણ સામે આવી છે કે જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.

યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી ટ્વિટ

થોડા સમયથી NEETની પરીક્ષાનું પેપર લીક થયું તેવી વાતો થઈ રહી છે.. અનેક સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે. આ બધા વચ્ચે ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

કેવી રીતે થયો આનો ઘટસ્ફોટ? 

જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીને અનુસારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી.. બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે ઉપરાંત પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે.. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે..


આ લોકો સામે નોંધાઈ ફરિયાદ

મળતી માહિતી અનુસાર જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાંજય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોટ અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે પણ આવી પેપર લીકની ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?