રાજકોટમાં જોવા મળ્યો કિરણ પટેલ જેવો કિસ્સો! નકલી આઈબી અધિકારી બની હિતેશ ઠાકરે વેપારી સાથે કરી છેતરપિંડી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-18 10:42:11

એક તરફ નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલનો મામલો શાંત નથી થયો ત્યારે તો રાજકોટથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. જેનું નામ હિતેશ ઠાકર છે. કિરણ પટેલની જેમ હિતેષ ઠાકરે પણ નકલી અધિકારી હોવાનું જણાવી ઠગાઈ કરી હતી. આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. 


આઈબી અધિકારી બની ફરતો હતો હિતેશ ઠાકર!  

જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ બીજા અનેક ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે તેને લઈ આવવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો હજી શાંત નથી પડ્યો ત્યારે રાજકોટથી કિરણ પટેલના જેવા કારસ્તાન કરનાર વ્યક્તિ ઝડપાયો છે. હિતેશ ઠાકર નામના વ્યક્તિએ આઈબીના અધિકારી  હોવાની નકલી ઓળખ આપી હતી. તે સિવાય બોટાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી. 


વેપારીને મહાઠગે લગાવ્યો 1.22 કરોડનો ચૂનો! 

રાજકોટમાં કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ નારીયાએ હિતેશ ઠાકર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેમના ભાઈની ઓળખાણ થઈ હતી. વિજયભાઈની ઓળખાણ હિતેશ ઠાકર સાથે થઈ હતી. હિતેશ ઠાકરે પોતાની ઓળખાણ બોટાદના ડે. કલેક્ટર અને આઈબીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ હિતેશે વિજયભાઈને કારખાના માટે રસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી હતી. આ વાતના બદલામાં હિતેશ ઠાકરે વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ!

આ વાતને ઘણો સમય વીત્યો પણ હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી અને ન તો ઓર્ડર અપાવ્યો હતો. જ્યારે અલ્પેશભાઈએ પૈસા પરત માગ્યા ત્યારે હિતેશ ઠાકરે ખોટા કેસમાં ફસાવવાની અને ઈન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી.પરંતુ અંતે આ મામલે ફરિયાદીએ રાજકોટ કમિશનરનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહાઠગ હિતેશ ઠાકર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે નકલી અધિકારી બનવું આટલું સહેલું છે? લોકો કેવી રીતે આવા બનાવટી અધિકારીઓની વાતમાં આવી જતા હોય છે? આવા કિસ્સોમાં થતો વધારો ચિંતાજનક છે.   

                



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?