સિંગાપોરથી કિસ્સો સામે આવ્યો જેમાં કેસિનોમાં 33 કરોડ જીત્યા પછી માણસને હાર્ટ એટેક.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 18:20:03

આપણે જ્યાં વધારે ખુશ હોઈએ છીએ ત્યારે કાંતો આંખોમાંથી પાણી નીકળતા હોય છે.. જેને આપણે ખુશીના આંસુ કહેતા હોઈએ છીએ.. કાં તો આનંદના સમાચાર સાંભળી ઉછળી પડીએ છીએ.. પરંતુ આજે એક એવો કિસ્સો તમને જણાવો છે કે જેમાં એક વ્યક્તિને એટલી બધી ખુશી મળી કે તેને તેનો આઘાત લાગી જાય..! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એવા સમાચારની ચર્ચા થઈ રહી છે જે સિંગાપુરનો છે તેવું કહેવાઈ રહ્યું છે. 




જેકપોટ લાગવાની ખુશી એટલી બધી હતી કે... 

સિંગાપુરના એક જુગારખાનામાં એક વ્યક્તિએ 33 કરોડ જેટલા રૂપિયા જીત્યા.. પૈસા જીતવાની ખુશી તે માણસ સહન ના કરી શક્યો અને તે વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો! જે સમાચારની વાત કરીએ છીએ તે ઘટના 22 જૂનનો હોવાની વાત સામે આવી છે. 22 જૂનની રોજ સિંગાપુરના મરિના બે સેંડસ કેસિનોમાં બની હતી તેવી માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તે કેસિનોનો રેગ્યુલર વિઝીટર હતો. તે વ્યક્તિને જેકપોટ લાગ્યો.. જેકપોટમાં અંદાજીત 33 કરોડની રકમ જીતી. આ જીત થતા તેણે કુદકા મારવાનું શરૂ કર્યું અને તે અચાનક જમીન પર પડી ગયો. 



સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોસ્પિટલ!

જમીન પર પડી જતા આસપાસના લોકો ત્યાં ભેગા થયા તેની મદદ માટે.. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. તેવા સમાચાર પણ સામે આવ્યા છે કે તે વ્યક્તિની તબિયત સુધારા પર છે.. હાર્ટ એટેકની અસરમાંથી તે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બીજા અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે સારવાર હેઠળ છે.. મહત્વનું છે કે આને લઈ કેસિનો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?