સોની સબ પર આવતા પ્રસિદ્ધ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા શોમાં મિસીસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સોમવારે અસિત કુમાર મોદી વિરૂદ્ધ તેમજ અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસિત કુમાર મોદી સહિત ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરૂદ્ધ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલે ધરપકડ કરવામાં આવી નથી.
ત્રણ લોકો વિરૂદ્ધ કેસ કરાયો દાખલ!
આસિત કુમાર મોદીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઘણા સમયથી શોમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનના આરોપો લગાવી રહ્યા છે. અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. વીડિયો બનાવી જેનિફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં પોલીસે શોના પ્રોડ્યુસર, ઓપરેશન હેડ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહત્વનું છે જ્યારથી આવો દાવો કરવામાં આવ્યો છે ત્યારથી આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
અનેક વખત શો રહી શક્યો છે વિવાદોમાં
મહત્વનું છે કે લોકોને હસાવનારી સિરિયલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. સિરિયલમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ તો ઘણા સમયથી શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તે બાદ બાવરીનું પાત્ર નિભાવતી અભિનેત્રીએ પણ ફિલ્મને અલવિદા કહી દીધું હતું. શોમાં તારક મહેતાનું કિરદાર નિભાવનાર શૈલેષ લોઢાએ પગાર ન આપવાના આરોપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે.